મોરબી પંથકમાં પવન સાથે વરસાદ શરૂ

- text


મોરબી : વાવાઝોડા બીપરજોયની સ્પીડ થોડી ઘટવાને સાથે દિશામાં પણ બદલાવ આવ્યો છે ત્યારે મોરબી શહેર ગ્રામ્ય અને માળીયા પંથકમાં આજે મંગળવારે રાત્રે પોણા અગિયાર વાગ્યા બાદ અચાનક પવન સાથે વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને મોરબીના શનાળા, લીલાપર, ખાખરાળા, જોધપર નદી, રવાપર, માણેકવાડા, નવા સાદુળકા, નારણકા, માળીયાના મોટા દહીંસરા સહિતના આજુબાજુના ગામોમાં વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે.

- text

- text