વાવઝોડા ઇફેક્ટ : મચ્છુ નદીના પટ્ટમાથી 400 લોકોનું સ્થળાંતરણ 

- text


સાવચેતીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા 200 જેટલા ઝુંપડાના રહેવાસીઓને સલામત સ્થળે આશ્રય અપાયો 

મોરબી : મોરબીમાં બીપોરજોય વાવઝોડાનો ખતરો વધ્યો હોય તેમ આજે ખૂબ જ તેજ ગતિએ પવન ફૂંકાય રહ્યો છે. જેને પગલે સાવચેતીના ભાગરૂપે શહેરના બન્ને પુલ નીચે મચ્છુ નદીના પટ્ટમાં આવેલી ઝૂંપટપટ્ટી હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા 200 જેટલા ઝુંપડા હટાવી 400 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

મોરબીના મયુર પુલ અને પાડા પુલ નીચે મચ્છુ નદીના પટ્ટમાં મધ્યપ્રદેશ બાજુના 400 જેટલા શ્રમિક લોકો ઘણા સમયથી કાચા ઝુંપડા બાંધીને રહે છે. ત્યારે આજે બીપોરજોય વાવઝોડાની આફતને કારણે ભારે તેજ પવન ફૂંકાતો હોય આ પુલની નીચે નદીના પટ્ટમાં આવેલા અનેક ઝુંપડાઓને નુકશાન કે જાનહાની ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે નગરપાલિકા તંત્ર દ્વારા આજે આ ઝૂંપટપટ્ટી હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા આ પુલ નીચે આવેલા મધ્યપ્રદેશ બાજુના શ્રમિકોના 200 જેટલા ઝુંપડા હટાવી દઈ આ ઝૂંપડામાં રહેતા 400 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. જેમાં 400 લોકોને સરકારી હાઈસ્કૂલ અને રૈનબસેરામાં રાખવામાં આવનાર હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે.

- text

- text