સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને કારણે 24 કલાકમાં 4નાં મોત

- text


ભારે પવન અને વરસાદમાં પોરબંદરમાં 1, કચ્છ 2, રાજકોટ 1નો ભોગ લેવાયો

મોરબી : વાવાઝોડુ બિપરજોય સૌરાષ્ટ્રમાં ત્રાટકે તે પહેલા જ ભારે પવન અને વરસાદને કારણે બે માસુમ બાળક સહિત 4 માનવ જિંદગીનો ભોગ લેવાયો છે, રાજકોટના જસદણ નજીક બાઈક પર ઝાડ પડતા પરિણીતાનું તો કચ્છમાં દીવાલ ધરાશાઈ થવાથી 2 બાળકોનું તેમજ પોરબંદરમાં મકાન પડતા આધેડનું મોત થયું હતું.

- text

વાવાઝોડાને કારણે ફૂંકાઈ રહેલા તેજ પવનને કારણે બાઈક ઉપર ઝાડ પડતા રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના છાસિયા ગામે રહેતા વર્ષાબેન ભાવેશ કોળીને સવારે માથામાં ગંભીર ઈજા સાથે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. જયારે વાવાઝોડાને પગલે પવનની ગતી વધવાથી કચ્છમાં સુરલભીટ રોડ પર આવેલા કોલી ફળિયામાં ઉંચી દિવાલ પડતાં ઘર પાસે ૨મતા ફૈઝાના ફિરોજ કુંભાર અને મહમદ ઇકબાલ કુંભારનું દિવાલ નીચે ચગદાઈ જવાથી મૃત્યુ નિપજ્યું હતું. આ ઉપરાંત પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આવેલ પાલાના ચોક વિસ્તારમાં મકાન ધરાશયી થતા પ્રકાશ નારણભાઇ લોઢારીનું દટાઇ જવાથી નીપજ્યું મોત થયું હતું.

- text