ભારે પવન વચ્ચે સ્પ્રે ડાયરની ચીમની માથે પડતા મહિલાનું મોત, એકને ઇજા

- text


મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે બનેલી ઘટનામાં ભારે પવનથી ચીમની પડી કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ

મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં સ્પ્રે ડાયરની ચીમની પડતા એક મહિલાનું મોત થવાની સાથે અન્ય એકને ઇજા પહોંચી છે. આ ઘટનામાં તેજ પવનથી ચીમની પડી કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબીમાં બીપોરજોય વાવઝોડાને કારણે તેજ પવન ફૂંકાય રહ્યાની વચ્ચે મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ કોયો ગ્રેનાઇટો સીરામીક કારખાનામાં આજે સ્પ્રે ડાયરની ચીમની માથે પડતા ત્યાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની એવા શ્રમિક મહિલા રામકન્યા બન્નોસિંહ બાઓઇનું મોત નીપજ્યું હતું. અન્ય એક શ્રમિકને ઇજા પહોંચી હતી. આ કારખાનામાં સ્પ્રે ડાયરની પાસે દસ જેટલા લોકો કામ કરતા હતા ત્યારે અચાનક ચીમની માથે પડતા મહિલાનું મોત થતા મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

- text