હળવદ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ તલની પુષ્કળ આવક

- text


દરરોજ માર્કેટ યાર્ડમાં 35 થી 38 હજાર મણ તલની આવક

હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ તલ ધરખમ આવક થઈ રહી છે. દરરોજ માર્કેટ યાર્ડમાં 35 થી 38 હજાર મણ તલની આવક થઈ રહી છે. તલની પ્રતિ મણ દીઠ સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે.

હળવદ માર્કેટ યાર્ડમાં હાલ ઉનાળુ તલની મોટી સીઝન ચલી રહી હોય એમ ઢગલા મોઢે તલનો પાક ઠલવાયો છે. દરરોજની સરેરાશ 35થી 38 હજાર મણ તલની આવક થાય છે. જ્યારે બીજી તરફ ખેડૂતો તલના પણ ઉંચા ભાવ મળી રહ્યા છે. જેમાં તલના મણ દીઠ રૂ. 2300થી લઈને 2640 રૂપિયા સુધીનો સારો ભાવ મળી રહ્યો છે. સાથેસાથે ગવાર, એરંડાની 5 હજાર મણ આવક થઈ છે.પણ સૌથી વધુ ઉનાળુ તલની મોટી આવક નોંધાઈ રહી છે. સાથેસાથે હળવદ માર્કેટ યાર્ડના સેકેટરી મહેશભાઈ પટેલે ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું હતું કે, હાલ વરસાદની આગાહી હોય અને વાદળછાયું વાતાવરણ રહેતું હોય હળવદ માર્કેટ યાર્ડમાં દરરોજ 23 થી 25 હજાર મણ તલની આવક હોય તો તેની યોગ્ય રીતે હરરાજી થઈ શકે. પણ આવક મોટા પ્રમાણમાં હોય અને દરરોજ 500 વાહનો આવતા હોવાથી થોડી વ્યવસ્થામાં અડચણ થાય છે. તેથી ખેડૂતો કમિશન એજન્ટનો સંપર્ક કરીને પછી જ તલ લઈ આવે અને હવે સોમવારથી હળવદ માર્કેટ યાર્ડમાં તલના 350 વાહનો લેવાશે. એથી કદાચ વરસાદ કે વાવઝોડું આવે તો ખેડૂતોનો માલ બગડે નહીં.

- text

- text