હળવદમાં વીજળી ગુલ મામલે તડાફડી બોલી

- text


તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યોએ તેમના વિસ્તારમાં વીજળીના ધાંધિયા મામલે અધિકારીઓ ઉપર પ્રશ્નોની ઝંડી વરસાવી

કેન્દ્રીય મંત્રી ડો.મુંજપરા અને ધારાસભ્ય વરમોરાએ પીજીવીસીએલના અધિકારીઓને વીજળીના પ્રશ્નોનું યોગ્ય રીતે નિરાકરણ લાવવાની તાકીદ કરી

હળવદ : હળવદમાં પીજીવીસીએલ સાથેની બેઠકમાં આજે વીજ ધાંધીયા મામલે અધિકારીઓ ઉપર તડાપિટ બોલી હતી અને તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યોએ તેમના વિસ્તારમાં વીજળીના ધાંધિયા મામલે અધિકારીઓ ઉપર પ્રશ્નોની ઝંડી વરસાવીને તડાફડી બોલાવી હતી. આથી કેન્દ્રીય મંત્રી ડો.મુંજપરા અને ધારાસભ્ય વરમોરાએ પીજીવીસીએલના અધિકારીઓને વીજળીના પ્રશ્નોનું યોગ્ય રીતે નિરાકરણ લાવવાની તાકીદ કરી છે.

- text

કેન્દ્રીય મંત્રી અને ઝાલાવાડના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરા, હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ બકુબેન પઢીયાર તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોની હાજરીમાં હળવદની પીજીવીસીએલના અધિકારીઓ સાથે અગત્યની બેઠક યોજવામાં આવી હતી. જેમાં હળવદમાં પીજીવીસીએલના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સાથેસાથે કેન્દ્રીય મંત્રી અને ઝાલાવાડના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરા, હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ હળવદના વીજળી ગુલની સમસ્યા દૂર કરવાની અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ માથે ચોમાસુ હોય વીજળી ગુલની સમસ્યા નિવારણ યોગ્ય પ્લાનિંગ ગોઠવવાની તાકીદ કરી હતી. ધારાસભ્ય વરમોરાએ હળવદ પંથકમાં વીજળીના પ્રશ્નો વધી રહ્યા હોય તેથી આ વીજ સમસ્યાનું યોગ્ય રીતે નિરાકરણ લાવવાની તાકીદ કરી છે. તે ઉપરાંત તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યોએ તેમના વિસ્તારમાં વીજળીના પ્રશ્નો અંગે જબરી તડાફડી બોલાવી હતી.

- text