ટંકારાના લજાઈની દેવદયા માધ્યમિક શાળાનું ધોરણ 10નું ઉત્કૃષ્ટ પરિણામ

- text


ટંકારા : ગઈકાલે ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયું છે. ત્યારે ટંકારા તાલુકાના લજાઈ ગામની દેવદયા પ્રાથમિક શાળાએ ધોરણ 10માં સારું પરિણામ હાંસલ કર્યું છે. દેવદયા પ્રાથમિક શાળાએ 80 ટકા પરિણામ મેળવીને તાલુકામાં બીજા નંબરનું પરિણામ મેળવ્યું છે.

લજાઈની દેવદયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની નેહા બથવારે 92.07 પર્સેન્ટાઈલ મેળવીને શાળામાં પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે બીજા નંબરે દિવ્યા મકવાણાએ 89.16 પર્સેન્ટાઈલ મેળવ્યા છે અને ત્રીજા નંબરે ચેતન બારીયાએ 86.05 પર્સેન્ટાઈલ મેળવી શાળા અને સમસ્ત લજાઈ ગામનું ગૌરવ વધાર્યું છે. સરકારી શાળાનું આવું સારું પરિણામ આવતા સમસ્ત લજાઈ ગામના આગેવાનો અને ગ્રામજનો તથા શાળાના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને સભ્યોએ વિદ્યાર્થીઓ અને શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી છે.

- text

- text