ઉછીના લીધેલ પૈસા આપી દીધા હોવા છતાં વધુ પૈસા માંગતા હળવદમાં ડખ્ખો થયો 

- text


હળવદમા નાણાકીય લેતી દેતીમા થયેલ ઝઘડામાં વળતી ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદના ભવાની નગર ઢોરો વિસ્તારમાં ગઈકાલે નાણાકીય લેતી દેતીમા મારામારી પ્રકરણમાં વળતી ફરિયાદ નોંધાઈ છે અને ઉછીના લીધેલા પૈસા પરત આપવા છતાં વધુ નાણાં માંગતા આ ઝઘડો થયાનું ફરિયાદમાં જણાવાયું છે.

- text

હળવદ ભવાની નગર ઢોરો વિસ્તારમાં રહેતા મુનાભાઈ સોમાભાઈ ઝખાણીયાએ આરોપી કુકાભાઈ કરમશીભાઈ ઝખાણીયા, વગા કરમશીભાઇ ઝખાણીયા અને અરજણ કરમશીભાઇ ઝખાણીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, સાહેદ ધારશીભાઈએ કુકાભાઈ પાસેથી દીકરીના લગ્ન માટે જરૂરત પડતા પૈસા લીધા હતા જે પરત આપી દેવા છતાં કુકાભાઈએ વધુ પૈસા પડાવવા માથાકૂટ કરતા ફરિયાદી મુનભાઈએ આમ ન કરવા જણાવતા ત્રણેય આરોપીઓએ ઝઘડો કરી સાહેદ ધારશીભાઈ, બચુભાઇ, રાજુ ગગજી, ગગજીભાઈ, વિરમ બચુ અને કનીબેન તેમજ લાભુબેનને લાકડી પાઇપ વડે મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text