જીતુભાઇ સોમાણી ધ્યાન આપજો ! વાંકાનેરની ગુલાબનગર સોસાયટીને પાણી આપવામાં તંત્રને લાગતા કાંટા 

- text


વડાપ્રધાનની નલ સે જલ યોજના ગુલાબનગરના રહેવાસીઓ માટે ઝાંઝવાના જળ સમાન બની હોવાનો વસવસો 

વાંકાનેર : વાંકાનેરના રાજાવડલા રોડ ઉપર આવેલ ગુલાબનગર સોસાયટીના 110 પરિવારો હાલમાં કાળઝાળ ગરમીના દિવસોમાં બુંદ બુંદ પાણી માટે તરસી રહ્યા છે, ગુજરાત સરકાર દ્વારા નલ સે જલ જેવી યોજના થકી એકપણ ઘર કે કુટુંબ પાણી વગર નહીં રહે તેવી મસમોટી જાહેરાતો કરી રહી છે ત્યારે ગુલાબનગર સોસાયટીને પાણી આપવામાં તંત્રને લાગતા કાંટા લાગી રહ્યા હોય તેવા ઘાટ વચ્ચે પાણી ન મળતા મહિલાઓએ પાલિકા હાય હાયના નારા લગાવી તાકીદે પાણી આપવા માંગ ઉઠાવી હતી.

વાંકાનેરના રાજાવડલા રોડ ઉપર છેલ્લા 20 વર્ષથી અસ્તિત્વમાં આવેલી ગુલાબનગર સોસાયટીને ઓજીમાં ગણતરી કરી નગરપાલિકા ધ્વરા કે સરકારના અન્ય વિભાગો દ્વારા પીવાના પાણીની પ્રાથમિક સુવિધા આપવામાં ન આવતા ગુલાબનગર વિસ્તારની મહિલાઓ રણચંડી બનીને રસ્તા ઉપર ઉતરી આવી હતી સાથે જ સોસાયટીના રહેવાસીઓએ ચીફ ઓફિસર, વહીવટદાર, પ્રાંત અધિકારી અને મામલતદાર વાંકાનેરને લેખિત રજુઆત કરી ગુલાબનગરના 110 મકાન ધારકોને પાણી અંગે પડતી મુશ્કેલી મામલે વ્યથા ઠાલવી હતી.

ઉલ્લેખનીય છે કે, ભર ઉનાળે પાણીની કારમી અછતનો સામનો કરી રહેલી મહિલાઓએ પાલિકા હાયહાયના નારા લગાવી તંત્રવાહકો વડાપ્રધાનની નલ સે જલ જેવી યોજનાઓનો લાભ ન આપતા હોવાનો વસવસો વ્યક્ત કરી પાલિકા કે તંત્ર જેટલો કહે તેટલો વેરો ભરવા તૈયાર હોવાનું અને કોઈપણ સંજોગોમાં વહેલામાં વહેલી તકે ગુલાબનગરના 110 રહેવાસીઓને પાણીની સુવિધા મળે તેવી માંગ દોહરાવી હતી.

- text

- text