મોરબીની પી.જી.પટેલ કોલેજનો સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષામાં ડંકો

- text


છ વિધાર્થીઓએ આક્ડાશાસ્ત્રમાં જ્યારે બે વિધાર્થીનીઓએ મેનેજમેન્ટ A/cમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજે તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા જાહેર થયેલ B.Com સેમ-6ના પરિણામમાં સિદ્ધિ હાંસલ કરી છે. પી.જી.પટેલ કોલેજની છ વિધાર્થીઓએ આક્ડાશાસ્ત્ર વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે, જયારે બે વિધાર્થીનીઓએ મેનેજમેન્ટ A/c 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરીને કોલેજ અને મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.

જેમાં ચંદારાણા બંસી, કોટેચા હેલી, પાટડિયા અવની, પીઠડીયા આદિત્ય, સોનાગ્રા જશવંતી અને વૈષ્ણવ બંસી એ આક્ડાશાસ્ત્ર વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે,જયારે કોટેચા હેલી અને સોનાગ્રા જશવંતી એ મેનેજમેન્ટ A/c 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે.

તાજેતરમાં જાહેર થયેલ BBA સેમ-6 ના પરિણામમાં કારિયા વૈભવી અને ભોજાણી બિંદી મોરબી જીલ્લા પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તેમજ M.com સેમ-4 માં ભાલોડીયા ખુશી એ સમગ્ર યુનીવર્સીટી માં છઠો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. વિધાર્થીઓની આ અભૂતપૂર્વ સિદ્ધી બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સર્વે સ્ટાફગણે સર્વે વિધાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

- text

- text