પ્રેરણાદાયી…! મોરબી જિલ્લામાં એક જ દિવસમાં પાંચ ઘડિયા લગ્ન લેવાયા

- text


ત્રણે યુગલો અને તેના પરિવારોએ ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિની પ્રેરણાથી પૈસા અને સમયના ખર્ચને તિલાંજલી આપી

મોરબી : મોરબી જિલ્લામાં લગ્નમાં પૈસા અને સમયના ખર્ચને તિલાંજલી આપતા ઘડિયા લગ્નનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. ત્યારે ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિની પ્રેરણાથી એક જ દિવસમાં વધુ પાંચ ઘડિયા લગ્ન લેવાયાં છે.

તેમાં પંચાસર રોડ ઉપર આવેલ સત્યમ હોલમાં મોરબી નિવાસી ભવાનભાઈ સોમાભાઈ ટીટોડીયાની સુપુત્રી ચિ. ક્રિષ્નાના શુભ લગ્ન મોરબી નિવાસી સ્વ. પ્રવીણભાઈ મગનભાઈ પારેજીયાના સુપુત્ર ચિ. રોનક સાથે યોજાયા.

જુના દેવળિયા સમાજ વાડીમાં ભરતનગર નિવાસી હીરજીભાઈ મનજીભાઈ ફેફરની સુપુત્રી ચિ. ગાયત્રીના શુભ લગ્ન નવા ઘનશ્યામગઢ નિવાસી. મણીલાલ લખમણભાઈ દલસાણીયાના સુપુત્ર ચિ. રાહુલકુમાર સાથે યોજાયા તથા હીરજીભાઈ મનજીભાઈ ફેફરના સુપુત્ર ચિ. ઉત્તમ ના શુભ લગ્ન મણીભાઈ લખમણભાઈ દલસાણીયાની સુપુત્રી ચિ. કુસુમ સાથે યોજાયા.

ખાખરાળા ગામે વડાવિયા વાડીમાં લુટાવદર નિવાસી હરજીવનભાઈ રેવાભાઈ ઝાલરીયાની સુપુત્રી ચિ.ભાવિકા ના શુભ લગ્ન ખાખરાળા નિવાસી કેશવજીભાઇ છગનભાઈ વડાવિયાના સુપુત્ર ચિ. ભાવિનકુમાર સાથે યોજાયા તથા હરજીવનભાઈ રેવાભાઈ ઝાલરીયાના સુપુત્ર ચિ. હિમાંશુના શુભ લગ્ન કેશવજીભાઇ છગનભાઈ વડાવિયાની સુપુત્રી ચિ. સુરભી સાથે યોજાયા.

આ ઘડિયા લગ્નમાં મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના જયંતિભાઈ પડસુંબિયા, ઠાકરશીભાઈ કલોલા, વિનુભાઈ વિડજા, ગોવિંદભાઈ ગામી, પ્રવીણભાઈ રૂપાલા, હસુભાઈ પારજીયા, સવજીભાઈ સુરાણી, ડાયાભાઈ માકાસણા, દુર્લભજીભાઈ થડોદા, નવીનભાઈ ફેફર, ભોરણીયા તથા પાટીદાર સમાજના આગેવાનોએ હાજર રહીને ઘડિયા લગ્નમાં પ્રભુતા પાડનાર નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.

- text

- text