સાત દિવસમાં તંત્ર નવા બસસ્ટેન્ડનું લોકાર્પણ નહીં કરે તો કોંગ્રેસ રીબીન કાપશે 

- text


મોરબીમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ડમીકાંડ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું 

મોરબી : મોરબીમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, રાજ્યમાં બહુ ગાજેલા ડમી કાંડ તેમજ મોરબીના નવા બસસ્ટેન્ડનાં લોકાર્પણ મામલે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જો સાત દિવસમાં નવા બસસ્ટેન્ડનું લોકાર્પણ નહીં થાય તો કોંગ્રેસ દ્વારા લોકાર્પણ કરી નાખવા ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

આજરોજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મોરબીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલ નવું બસસ્ટેન્ડ તૈયાર હોવા છતાં પણ લોકાર્પણ કરવામાં ન આવ્યું હોય આગામી દિવસ સાતમા જનસુવિધા માટે નવું બસસ્ટેન્ડ લોકાર્પણ કરવા માંગ કરી હતી અને જો તંત્ર દ્વારા તડકે શેકાતા લોકો અંતે જો તંત્ર લોકાર્પણ નહીં કરે તો કોંગ્રેસ નવા બસસ્ટેન્ડને ખુલ્લું મુકશે તેવી ચીમકી આપવામાં આવી હતી.

આ સાથે જ આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબીમાં વધી રહેલી ગુન્હાખોરી મામલે વહીવટીતંત્ર સજાગ બની કડક પગલાં ભરે તેવી માંગ કરી રાજ્યના બહુચર્ચિત ડમી કાંડ મામલે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે ઉક્તિ મુજબ કાર્યવાહી કરવાનું બંધ કરી સાચા કૌભાંડીઓ વિરુદ્ધ પગલાં ભરવા માંગ ઉઠાવી હતી.

- text

- text