મોરબીના આમરણમાં માર્શલ આર્ટસ એન્ડ બ્રેઈન ટ્રેનિંગ કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીના આમરણ ગામે આવેલા ભક્તિ શૈક્ષણિક સંકુલમાં માર્શલ આર્ટસ એન્ડ બ્રેઈન ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આમરણ ખાતે ચાર દિવસ ચાલેલા આ કેમ્પમાં અંદાજે 230 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને માર્શલ આર્ટસ એન્ડ બ્રેઈનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. કેમ્પના અંતે તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. સર્ટિફિકેટનું વિતરણ મોરબી જિલ્લા પંચાયત સદસ્ય શરદબેન નિમેશભાઈ ગાંભુવા તેમજ તાલુકા પંચાયત જાગૃતિબેન યોગેશભાઈ વાદળીયા, ગામના સરપંચ મોહનભાઈ મલાભાઈ પરમાર તેમજ ગામના આગેવાનો, સ્કૂલના સ્ટાફ તેમજ માર્શલ આર્ટસ ટ્રેનિંગ આપવા આવેલા શિક્ષકોના હાથે કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તિ શૈક્ષણિક સંકુલ તેમજ ગામની અન્ય શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.

- text

- text