સલામ મોરબી પોલીસ ! ત્રણ ખંડણીખોરને મધ્યપ્રદેશથી ઝડપી લેતી તાલુકા પોલીસ 

- text


મોરબીના ઉદ્યોગપતિનું અપહરણ કરવાના બનાવમાં તાલુકા પોલીસ ટીમની અસરકારક કામગીરી 

મોરબી : દબંગ ફિલ્મને પણ ટક્કર મારે તેવી મોરબી તાલુકા પોલીસે મોરબીના ઉદ્યોગકારનું અપહરણ કરી રૂપિયા પાંચ લાખની ખંડણી વસૂલનાર મધ્યપ્રદેશના ત્રણ ગુન્હેગારોને ઝડપી લઇ 2.16 લાખ રોકડા તેમજ ઇકો કાર કબ્જે કરી દાખલારૂપ કામગીરી કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીક ઘંટુ-બેલા રોડ ઉપર યુગા સિરામીક નામનુ સેનેટરીવેરનું ભાગીદારીમાં કારખાનુ ધરાવતા જીજ્ઞેશભાઇ મહાદેવભાઇ ભટ્ટાસણા ઉ.વ.૪૦ નું અપહરણ કરી રૂપિયા પાંચ લાખની ખંડણી વસૂલવા પ્રકરણમાં મોરબી તાલુકા પીઆઇ કે.એ.વાળા સહિતની ટીમ દ્વારા ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈ ગહન તપાસ કરવામાં આવતા આ ગુન્હામાં આરોપીઓ મધ્યપ્રદેશ તરફ નાસી ગયાનું જણાતા તાકીદે ટીમોને કામે લગાડી આરોપીઓનું પગેરું દબાવી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.

વધુમાં મોરબી તાલુકા પોલીસે આ અપહરણ અને ખંડણી મામલે આરોપી રોહિત ઉર્ફે રાજકુમાર નાનુંરામ મંડલોઈ, જયન્તકુમાર હરિહર બહેરા અને તપનકુમાર ઉર્ફે મનોજ હરિહર બહેરા નામના આરોપીઓને રૂપિયા 2.16 લાખ તેમજ ઇકો કાર કિંમત રૂપિયા 2 લાખ સાથે ઝડપી લીધા હતા.વધુમા આ ગુન્હાના કામે આરોપી પવન ખુમસીંગ નરગેસ અને રાજેશ ગજાનંદ નરગાવેને પકડવાના બાકી હોવાનું જાહેર કર્યું છે.

આ સફળ કામગીરી મોરબી તાલુકા પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જી.જેઠવા, એ.એસ.આઈ.જયદેવસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ પરમાર, કોન્સ્ટેબલ ફતેસંગ પરમાર, રમેશભાઈ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઈ લોખીલ, જયદીપભાઈ પટેલ, પંકજભાઈ ગુઢડા, ચેતનભાઈ અજાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, પ્રદીપભાઈ કાનગડ, દેવશીભાઇ મોરી અને હરપાલસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text

- text