વાંકાનેરમાં આજથી ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા સંસ્કાર મહોત્સવની ઉજવણીનો પ્રારંભ

- text


વાંકાનેર : વાંકાનેર ગાયત્રી પરિવાર દ્વારા આજે તા ૨૭ એપ્રિલ થી ૨૯ એપ્રિલ સુધી ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા સંસ્કાર મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત નારી સશક્તિકરણ વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૨૭ એપ્રિલના સાંજે ૪:૩૦ કલાકે વિશ્વકર્મા મંદિર જીનપરાથી શોભાયાત્રા તથા મંગળ કળશયાત્રા નીકળશે. તેમજ ૬:૩૦ કલાકે ગાયત્રી મંદિર ખાતે યુગ સંગીત તથા આધ્યાત્મિક પ્રવચન યોજાશે. તા. ૨૮ એપ્રિલને શુક્રવારે સવારે ૬ થી ૭ કલાકે પ્રજ્ઞાયોગ અને ધ્યાન સાધના, સવારે ૮ થી ૧૨ કલાક સુધી ૨૪ કુંડી મહાયજ્ઞ તેમજ વિવિધ સંસ્કાર મહોત્સવ, સાંજે ૪ થી ૬ કલાકે મહિલા સંમેલન તેમજ દીપયજ્ઞનો કાર્યક્રમ યોજાશે.

- text

તા. ૨૯ એપ્રિલને શનિવારે સવારે ૬ થી ૭ કલાકે પ્રજ્ઞાયોગ અને ધ્યાન સાધના તેમજ સવારે ૮ થી ૧૨ કલાકે ૨૪ કુંડી મહાયજ્ઞ તેમજ વિવિધ સંસ્કાર મહોત્સવ યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં આસપાસની જનતાને પધારવા નિમંત્રણ પાઠવ્યું છે. વધુ માહિતી માટે તથા નોંધણી માટે વાંકાનેર શક્તિપીઠમાં અશ્વિનભાઈ રાવલ- ૯૮૨૫૧૨૦૯૪૮, રાહુલ જોબનપુત્રા- ૯૨૬૫૦૬૬૦૯૬નો સંપર્ક કરવાનો રહેશે.

- text