મિતાણા – ગણેશપર રોડ ઉપર અલ્ટો કાર હડફેટે બાળકનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામથી ગણેશપર ગામ જવાના રસ્તે આવેલ ફ્રેન્સ પોલીપેક કારખાના નજીક પુરપાટ ઝડપે આવતી અલ્ટો કારના ચાલકે સાત વર્ષના બાળકને હડફેટે લેતા સારવાર દરમિયાન આ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મિતાણા – ગણેશપર રોડ ઉપર આવેલ ફ્રેન્સ પોલીપેક કારખાનામાં મજૂરી કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના વતની જયપ્રકાશભાઈ ગરજુભાઈ ગોંડના સાત વર્ષના પુત્ર રીતેશને જીજે – 18 – BG – 3087 નંબરની અલ્ટો કારના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચતા પ્રથમ ટંકારા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અલ્ટો કારના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text