સોફ્ટવેર સુધર્યો ! મોરબી પાલિકામાં અંતે કરવેરાની વસુલાત શરૂ

- text


પ્રથમ દિવસે 100 જેટલા લોકોએ 2 લાખથી વધુનો કરવેરો ભર્યો

મોરબી : મોરબી પાલિકામાં નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ કરવેરા ભરવાનો સોફ્ટવેર વિલન બન્યો હતો. સોફ્ટવેર અપડેટ ન થતા નવા. વર્ષના 15 દિવસ વીતી જવા છતાં કરવેરા ભરવાની કામગીરી શરૂ થઈ ન હતી. આથી પાલિકાના કર્મીઓને ગાંધીનગર ધક્કો ખાવો પડ્યો હતો. ત્યારે સોફ્ટવેર અપડેટ થતા અંતે મોરબી નગરપાલિકામાં નવા વર્ષના કરવેરાની વસુલાતની કામગીરી શરૂ થઈ હતી.પ્રથમ દિવસે 100 જેટલા લોકોએ 2 લાખથી વધુનો કરવેરો ભર્યો હતો.

મોરબીમાં ગત વર્ષે માર્ચ એન્ડિંગ સુધી પાલિકાએ કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા છેક સુધી લડી લેતા ગત વર્ષના જંગી કરવેરાની વસુલાત થઈ હતી. ત્યારે 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થતું હોય પણ નવા વર્ષના કરવેરાની કામગીરી શરૂ જ થઈ ન હતી. કારણ કે કરવેરા ભરવા માટેનો અગત્યનો સોફ્ટવેર અપડેટ ન થતા આ નવા વર્ષની ઘણા દિવસો સુધી કરવેરાની વસુલાતની કામગીરી અટકી પડી હતી.આથી પાલિકાના કર્મચારીઓ સોફ્ટવેર અપડેટ કરવા માટે ગાંધીનગર ખાતે દોડી ગયા હતા અને આ વેરા વસુલાતનો ભૂલ ભરેલો સોફ્ટવેર સુધારીને આવ્યા હતા અને સોફ્ટવેર અપડેટ થતા પાલિકાના નવા વર્ષના કરવેરાની વસુલાતની કામગીરી આજથી શરૂ થઈ હતી. આથી વેરો ભરવા લોકોએ લાઈનો લગાડી હતી અને 100 જેટલા લોકોએ વેરો ભર્યો હતો. આથી પાલિકાને સવા બે લાખ જેવી આવક થઈ હતી.

- text

- text