જંત્રીની ઝંઝાળ ! મોરબીમાં 13 દિવસમાં જૂની જંત્રી મુજબ 2081 દસ્તાવેજો નોંધાયા

- text


30મી સુધીના ટોકન બુક થઈ ગયા હોય જૂની જંત્રી મુજબ જ દસ્તાવેજ નોંધાશે : બે દિવસમાં નવા જંત્રી દર મુજબ એકપણ દસ્તાવેજ ન નોંધાયા

મોરબી : મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીએ 15 એપ્રિલ પહેલા જૂની જંત્રી પ્રમાણે દસ્તાવેજ નોંધાવવા એટલી બધી ભીડ જામી હતી કે ટોકન માટે એક મહિનાનું વેઇટિંગ આવ્યું હતું. જૂની જંત્રીની તા.14 એપ્રિલ મુદત પૂરી થઈ ગઈ છે.પણ જૂની જંત્રી પ્રમાણે આગામી 30 એપ્રિલ સુધીના ટોકન લેવાય ગયા છે. એટલે હવે પછી ટોકન લેવા આવે એને તા.1/ 5 પછીનાં ટોકન મળશે. અત્યારે ચાર સબ રજિસ્ટ્રાર દ્વારા દરરોજ 212 દસ્તાવેજોની નોંધણી થાય છે.

મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં 30 એપ્રિલ સુધીના જૂની જંત્રી મુજબના ટોકન ફૂલ થઈ ગયા છે.એટલે જૂની જંત્રી મુજબ 30 એપ્રિલ સુધી દસ્તાવેજ નોંધાશે અને હજુ આગામી ચાર મહિના સુધી જેઓએ સ્ટેમ્પ પેપર ખરીદી લીધા છે. તેઓના જૂની જંત્રી મુજબ દસ્તાવેજ નોંધાશે. ત્યારે નવી જંત્રી શરૂ થયાનો આજે બીજો દિવસ હોય છતાં નવી જંત્રી મુજબ એકપણ દસ્તાવેજ નોંધાયા નથી. ગત તા.1/4થી 13/4 સુધી એટલે 13 દિવસમાં 2081 દસ્તાવેજો નોંધાયા છે. આ દસ્તાવેજો જૂની જંત્રી મુજબ નોંધાયા છે. જેમણે ટોકન, સ્ટેમ્પ પેપર લીધા હોય તેઓ દસ્તાવેજ જૂની જંત્રી મુજબ નોંધાણી કરાવી શકશે.

અગાઉ દસ્તાવેજો પ્રમાણ વધુ હોય કામગીરીનું ભારણ ઘટાડવા ચાર સબ રજિસ્ટ્રાર મુકવામાં આવ્યા હતા. તેમાંથી હવે આગામી તા.25 પછી એક સબ રજિસ્ટ્રારને છુટા કરાશે. હાલ ત્રણ સોલ્ટ તૈયાર છે. પહેલા એક સ્લોટમાં 53 લોકોને ટોકન આપવામાં આવતા તેમાંથી ઘટીને 37 ટોકન થઈ ગયા છે. ત્રણ સ્લોટ મુજબ 169 લોકોને અગાઉ ટોકન આપતા જે હવે ઘટીને 111 ટોકન 30 એપ્રિલ પછી થશે. ઘણા લોકોએ ઉતાવળે ટોકન લઈ લીધા હોય પણ એમની લોન મંજુર થઈ ન હોવાથી તેમજ સોદો ન થયો હોય એવા ઘણા લોકોએ અગાઉ લીધેલા ટોકન એમનામ પડ્યા રહે છે.

- text

- text