વડાપ્રધાન મોદીની નકલ કરવી ભારે પડી, જુઓ વિડીયો

- text


કોમેડિયન શ્યામ રંગીલાંએ જયપુરના ઝાલાના જંગલમાં નીલગાય ને ખોરાક ખવડાવતા વન વિભાગે ફટકારી નોટિસ

કોમેડિયન શ્યામ રંગીલાએ ઝાલાના જગંલમાં જઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ કરતો વીડિયો બનાવી નીલગાયને ખોરાક ખવડાવતો હોવાનો વીડિયો બનાવીને શેર કરતા વન વિભાગે શ્યામ રંગીલાને નોટિસ ફટકારી છે.

જાગરણ ગુજરાતીના અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અવાજ અને તેમના જેવી સ્ટાઇલન નકલ કરીને ફેમસ થયેલા કોમેડિયન શ્યામ રંગીલાની મુશ્કેલઓ વધી ગઈ છે. બધા જાણે છે કે શ્યામ વડાપ્રધાનની બરાબર નકલ કરે છે, તેમનો અવાજ કાઢે છે. પરંતુ આ વખતે આમ કરવાથી તેના માટે મુશ્કેલી ઉભી થઈ છે. શ્યામ રંગીલાએ તાજેતરમાં જ જયપુરના ઝાલાના જંગલમાં જઈને એક નીલગાયને ખવડાવી અને વીડિયો બનાવ્યો.

શ્યામ રંગીલાનો વીડિયો વાયરલ થયા બાદ રાજસ્થાનના વન વિભાગે નોટિસ જારી કરીને રંગીલાને સમન્સ પાઠવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે શ્યામ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી શકે છે. પ્રાદેશિક વન અધિકારી દ્વારા શ્યામ રંગીલાને આ નોટિસ મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ટાઈગર પ્રોજેક્ટના 50 વર્ષ પૂરા થવા પર પીએમ મોદી કર્ણાટકના મુદુમલાઈ અને બાંદીપુર ટાઈગર રિઝર્વ પહોંચ્યા હતા. જ્યાં મોદી કેપ, ચશ્મા પહેરેલા જોવા મળ્યા હતા. તેનો લુક ઘણો વાયરલ થયો હતો. તેના હાથમાં દૂરબીન પણ હતું. PM મોદીની આ મુલાકાતની તર્જ પર શ્યામ રંગીલાએ ઝાલાના જંગલની સફર કરી હતી.

- text

મોદીની જેમ શ્યામ રંગીલા પણ હાથમાં દૂરબીન લઈને ચશ્મા અને કેપ પહેરેલા જોવા મળ્યા હતા. શ્યામ રંગીલાએ નીલગાયને ખવડાવી હતી, જેનો વીડિયો વાયરલ થયો હતો. 13 એપ્રિલના રોજ, ઝાલાના દીપડા રિઝર્વનો આ વીડિયો શ્યામે તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો. વન્ય પ્રાણીઓને ખોરાક ખવડાવવાથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થાય છે. એટલું જ નહીં તેનો જીવ પણ જોખમમાં આવી શકે છે. આ અંગે ઝાલાના જંગલમાં ચેતવણીની માહિતી આપતા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. પરંતુ શ્યામ રંગીલાએ તેની અવગણના કરીને આવું કૃત્ય કર્યું હતું.

- text