મોરબીના પીપળી નજીકથી ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે વાહન ચેકીંગ દરમિયાન પીપળી ગામ નજીકથી શંકાસ્પદ નંબર પ્લેટ વગરના બાઈક સાથે નીકળેલા શખ્સને દબોચી લઈ છળકપટથી મેળવેલ બાઈક કબ્જે કર્યું હતું.

મોરબી તાલુકા પોલીસ ટીમે પીપળી ગામ નજીક વાહન ચેકીંગ દરમિયાન નંબર પ્લેટ વગરના બાઈક સાથે નીકળેલા રાકેશ મદનદાસ બૈરાગી રહે. રામકો વિલેજ, ઘુંટુ, મૂળ રહે.ઉજ્જેન મધ્યપ્રદેશ વાળાને અટકાવી પૂછપરછ કરતા આ શખ્સ મોટર સાયકલના કાગળો અંગે ગલ્લા તલ્લા કરતા પોકેટ કેપ એપ્લિકેશન મારફતે ચેક કરતા આ બાઈક રાજકોટના મહીકા ગામના વિશાલભાઈ ધીરુભાઈ બામટાનું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસે આરોપી રાકેશની અટકાયત કરી મોટર સાયકલ કબ્જે કર્યું હતું.

- text

આ સારી કામગીરી મોરબી તાલુકા પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જી.જેઠવા, એએસઆઇ જયદેવસિંહ ખોડુભા ઝાલા, હેડ કોન્સ્ટેબલ બી.એચ.બાવળીયા, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, પંકજભા પ્રવિણભા ગુઢડા, રમેશભાઈ રાજાભાઈ મુંધવા, હરપાલસિંહ મનહરસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા, કુલદીપભાઈ પોલાભાઈ કાનગડ, ભગીરથભાઈ દાદુભાઇ લોખીલ અને કેતનભાઈ જીવણભાઇ અજાણા દ્વારા કરવામાં આવી હતી.

- text