માળીયાના કાજરડા નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


માળીયા : માળીયા તાલુકાના કાજરડા નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સલીમભાઇ દાઉદભાઈ મોવર, આલમભાઇ મહંમદભાઇ મોવર અને કાદરભાઈ હાસમભાઇ સખૈયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 63,700 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text