મોરબીમાં આયંબિલ ઓળી પ્રસંગે ગુણરત્નસુરીશ્વરજી મ.સા. સહિત 38 ગુરુ ભગવંતની પધરામણી

- text


વાજતે ગાજતે સામૈયા, માંગલિક પ્રવચન, ભક્તિ ગીત, ઉછામણી, પ્રભાવના સહિતના કાર્યક્રમ યોજાયા

મોરબી: આજ રોજ 26 માર્ચે મોરબીની ધરા ઉપર સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજિત અને લાભાર્થી દીનાબેન દિલીપભાઈ સુતરીયા પરિવાર દ્વારા ચૈત્ર માસની સામૂહિક આયંબિલની ઓળી પ્રસંગે દીક્ષા દાનેશ્વરી પ.પૂ.આચાર્ય ગુણરત્નસુરીશ્વર મહારાજા આદિ ઠાણા તથા સાધ્વીજી શિલરત્ના શ્રીજી મ.સા. અને મનીષરેખાશ્રીજી મ.સા આદિ 38 ગુરુ ભગવંતની પધરામણી થતા તેમનું સામૈયું વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું.

સામૈયું નહેરુ ગેટ ચોક થી શરુ થઈ દરબાર ગઢ દેરાસર ખાતે સંપન્ન થયું હતું. આ સામૈયામાં વિશાળ સંખ્યામાં શ્રાવક, શ્રાવિકાઓ તથા યુવાનો બાળકો જોડાયા હતા. જેમાં 27 કળશધારી બાળાઓ, 27 શુકન વાળા બહેનો, લાઈવ રંગોળી તથા દિવ્ય ગુરુ રથ સહિત ભાવિકો બેન્ડના સુરો સાથે ભક્તિસભર વાતાવરણમાં જોડાયા અને જૈન ધર્મનો જય જયકાર કર્યો હતો. બાદમાં પૂજયશ્રીનું માંગલિક પ્રવચન તથા ઉપસ્થિત ગામ તથા બહારગામના મહેમાનોનું સ્વાગત અને ગુરુ ગુણ ભક્તિ ગીત ટ્રસ્ટી ભાવેશભાઈ દોશી દ્વારા કરવામાં આવ્યું અને ઉછામણી બાદ પ્રવચન અને છેલ્લે પ્રભાવના કરવામાં આવી હતી..

- text

- text