મોરબીના લાતીપ્લોટમાં જુગાર રમતા પાંચ ઝબ્બે

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે લાતીપ્લોટ શેરી નંબર 2 અને 3 વચ્ચે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે રેઇડ પાડી જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા નેકમામદભાઇ સલેમાનભાઇ ભટ્ટી, મોહસીનભાઇ સલીમભાઇ મોવર, રફીકભાઇ આમદભાઇ ખોખર, અનિલભાઇ કાન્તીભાઇ સચાણીયા અને ભરતભાઇ શામજીભાઇ થરેસાને ઝડપી લઈ રોકડા રૂપિયા 4900 કબ્જે કરી જુગારધારા અન્વયે પાંચેય વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

- text

- text