માળીયા હાઇવે ઉપર વિચિત્ર અકસ્માત, ટ્રેઇલર ટ્રક ટેન્કર સાથે અથડાયા બાદ એસટી સાથે ધડામ

- text


ત્રિપલ અકસ્માતમાં ટ્રેઇલર ટેક ચાલકનું મૃત્યુ

મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમા લોખંડના પાઇપ ભરીને પુરપાટ વેગે જઈ રહેલ ટ્રેઇલર ડિવાઈડર કૂદીને ટેન્કર સાથે અથડાતા ટેન્કરની કેબિન છૂટી પડીને એસટી બસ સાથે અથડાતા રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો અને આ અકસ્માતમાં ટ્રક ટ્રેઇલર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ વિચિત્ર અકસ્માતની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર ફતેપુરા અંજાર રૂટની એસટી બસ કચ્છ તરફ જતી હતી ત્યારે પુરપાટ ઝડપે આવતું ટ્રક ટ્રેલર નંબર જીજે – 12 – BW – 6785 હાઇવેનું ડિવાઈડર કુદાવી ટેન્કર નંબર જીજે – 12 – BX – 0391 સાથે અથડાતા ટેન્કરની કેબિન છૂટી પડીને એસટી બસ સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ટ્રેલર નંબર જીજે – 12 – BW – 6785ના ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત ને કારણે એસટી બસમાં નુકશાન પહોચતા બસ ચાલક મયુરભાઈ લક્ષમણભાઈ મરંડે માળીયા પોલીસ મથકમાં ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text