મોરબી લાયન્સ – લીયો ક્લબ દ્વારા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો, 120થી વધુ લોકોએ લાભ લીધો

- text


લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને લીયો કલબ ઓફ મોરબી સિટી દ્વારા છઠ્ઠો નેત્રયજ્ઞ સેવા કેમ્પ યોજાયો

મોરબી: રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ- રાજકોટ તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા આયોજીત વિનામૂલ્યે નેત્રયજ્ઞ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આશરે 120 વ્યક્તિઓને તપાસવામાં આવ્યા હતા. તેમાંથી 35 વ્યક્તિઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા 300 જેટલા વ્યક્તિઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. મોતિયાના ઓપરેશનમાં ગયેલા દરિદ્ર નારાયણ સ્વરૂપ દર્દીએ પોતાના રિવ્યુમાં રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા સારવાર અને જમવા રહેવાની વ્યવસ્થા બાબતે ખુબજ સંતોષ વ્યક્ત કર્યો છે.

આ કેમ્પમાં લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઈસ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા તેમજ પાસ્ટ પ્રેસિડેન્ટ લા.ભીખાભાઈ લોરિયા લા. અમરસીભાઈ અમૃતિયા તેમજ પ્રોજેક્ટ ચેરમેન લા. પ્રાણજીવનભાઈ રંગપરીયા અને લા. મણિલાલ કાવર લા. રશ્મિકા રૂપાલા, લા. નાનજીભાઈ મોરડિયા, લા.મહાદેવભાઈ ચીખલિયા તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના સભ્યો લા. ધનજીભાઈ નાયકપરા અને લા. મણિભાઈ કાવર દ્વારા નેત્રયજ્ઞ સેવા કેમ્પમાં દાતા તરીકે પોતાનું આર્થિક યોગ દાન જાહેર કરતા સર્વે ઊપસ્થિત લોકોએ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરીને દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ. આ પ્રોજેકટને સફળ બનાવવા લાયન્સ અને લિયો કલબ મોરબી સિટીના મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું સંચાલન લા. ખજાનચી ત્રિભોવનભાઈ સી. ફૂલતરિયાએ કર્યું હતું.

- text

- text