જેલમુક્તિ માટે જયસુખ પટેલે વચગાળાની જામીન અરજી મૂકી

- text


હાઇકોર્ટના કેસ સંદર્ભે દુર્ઘટના પીડિતોને સહાય ચૂકવવા બેન્કિંગ કામ માટે જામીન માંગ્યા, 4 માર્ચે સુનાવણી

મોરબી : મોરબી ઝૂલતા કેસ સંદર્ભે જેલવાસ ભોગવી રહેલા અજંતા ઓરેવાના એમડી જયસુખ પટેલે જેલમુક્તિ માટે મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી છે, જેની સુનાવણી આગામી તા.4માર્ચના રોજ યોજાશે.

30 ઓક્ટોબર 2022ના રોજ અજંતા ઓરેવા સંચાલિત મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા આ ગોઝારી દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજતા અજંતા ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ સહિતના 10 આરોપીઓ હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે આજે જનતાના એમડી જયસુખ પટેલે મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં વચગાળાના જામીન ઉપર મુક્ત થવા અરજી કરી છે.

- text

વધુમાં જયસુખ પટેલની વચગાળાની જામીન અરજીમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલ રિટ પીટીશન અંતર્ગત વળતર ચૂકવવા માટે બેન્કિંગ કામ માટે પોતાને જેલ બહાર નીકળવું જરૂરી હોય નામદાર કોર્ટને જામીન આપવા રજુઆત કરવામાં આવી છે. આ જામીન અરજીની સુનાવણી આગામી તા.4 માર્ચના રોજ યોજનાર હોવાનું જાણવા મળે છે.

- text