વાંકાનેરની કાનપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

- text


વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસમાં આવતા વિવિધ પ્રયોગો અને અનેક કૃતિઓ સાથેનું પ્રદર્શન યોજાયું

વાંકાનેર : વાંકાનેરની કાનપર પ્રાથમિક શાળામાં આજરોજ “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસમાં આવતા તમામ પ્રયોગો તથા વિજ્ઞાનની અનેક કૃતિઓ સાથેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

મહાન વૈજ્ઞાનિક સી.વી.રામનની શોધ “રામન ઇફેક્ટ”ની યાદમાં આજના દિવસને “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ઉજવવાનું ભારત સરકારે નક્કી કરેલ છે, જે અંતર્ગત કાનપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રયોગો જેવા કે પાણીની ઘનતા, સૌરમંડળ, કંકાલતંત્ર, બાષ્પોત્સર્જન ,ઉષ્માનું વહન, ચુંબકના ગુણધર્મો, વિદ્યુત જનરેટર રચના, ઈલેક્ટ્રીક ઘંટડી, કેશાકર્ષણનો નિયમ, પૃથ્વીનું પરિભ્રમણ, સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ, વિવિધ પ્રકારના અરીસાઓ અને લેન્સના ઉપયોગો, નાઇટ્રોજન – હાઈડ્રોજન – ઓક્સિજન વાયુઓની બનાવટ, હૃદયની રચના, જળચક્ર, થ્રીડી પ્રિન્ટર વગેરે તથા અન્ય નાના નાના અભ્યાસમાં આવતા પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાં બાળકોએ ગ્રામજનોને વિજ્ઞાનના સિદ્ધાંતો, વિવિધ કૃતિઓની રચના વિશેની ઊંડાણપૂર્વકની સમજ આપી.
આ પ્રદશૅન નિહાળવા વાલીઓ, એસ.એમ.સી.સભ્યો અને ગ્રામ પંચાયતના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે દરેક બાળકોને ઇનામ આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
આમ કાનપર પ્રાથમિક શાળાના બાળકોએ વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આજના દિવસે સમગ્ર શાળા પરિવાર અને ગણિત વિજ્ઞાનના શિક્ષક અશરફરજા એ. શેરસીયા સાહેબે આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી.

- text

- text