3જી માર્ચથી CNG નહિ મળે, પંપ સંચાલકોની રાજ્યવ્યાપી હડતાળ

- text


સીએનજી ગેસ પંપ ધારકોના પ્રશ્નો નહીં ઉકેલાતા અચોક્કસ મુદતની હડતાળનું એલાન

મોરબી : મોરબી સહિત રાજ્યભરના સીએનજી પંપ સંચાલકોના પડતર પ્રશ્નો નહિ ઉકેલાતા આગામી તા.3જી માર્ચથી CNG પંપ સંચાલકો દ્વારા અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે.

પેટ્રોલ ડીઝલના ભડકે બળતા ભાવ વચ્ચે હાલમાં સેંકડો ફોર વ્હીલ અને હેવી વાહનો પણ CNG વડે ચાલી રહ્યા છે ત્યારે ઓઇલ કંપનીઓ દ્વારા સીએનજી પંપ ધારકોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહિ લાવતા ગુજરાત ફેડરેશન ઓફ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનની આજે અમદાવાદ ખાતે મળેલી મિટિંગમાં આગામી તા.3જી માર્ચથી CNG નું વેચાણ બંધ કરવા નક્કી કરી હળતાળનું એલાન આપવામાં આવ્યું છે.

- text

ઉલ્લેખનીય છે કે,લાંબા સમયથી સીએનજી ગેસ પંપ ધારકોના પડતર પ્રશ્નનુ યોગ્ય નિરાકરણ કરવા સતત રજુઆત કરી રહયા છે છતાં ઉકેલ ન આવતા હવે ગુજરાતના તમામ ગેસ પંપ ધારકોએ અચોક્કસ મુદતની હડતાળ કરવાનો નિર્ણય લીધો હોવાનું મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિયેશન પ્રમુખ વિનોદભાઈ નાથાભાઈ ડાભીએ જણાવ્યું હતું.

- text