હડમતિયા કન્યા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

- text


ટંકારા : હડમતિયાની કન્યા તાલુકા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ ૫ થી ૮ના ૧૩૦ બાળકોએ વિજ્ઞાન અને ગણિતના સાધનોનો પરિચય કેળવ્યો. આ ઉપરાંત ધોરણ ૬ થી ૮ના બાળકો માટે વિજ્ઞાન ક્વિઝ તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

આ તકે શાળા આચાર્ય નિલેશભાઈ સિણોજીયા તેમજ શિક્ષકો હર્ષદભાઈ લો, નીતીનભાઇ નમેરા, પ્રવિણભાઇ ભાગીયા અને શિક્ષિકા કોમલબેન સરડવા તેમજ શાળાના પ્રવાસી શિક્ષક કાજલબેન ખાખરીયા, બી.એડ. તાલીમાર્થી આશિષભાઈ, મિલનભાઈ સગર તેમજ એસ.એમ.સી અધ્યક્ષ બાળકોને પ્રોત્સાહિત કરવા હાજર રહ્યા હતા.

- text

- text