મોરબીની લખધીરવાસ પ્રા.શાળામાં ત્રિવિધ કાર્યક્રમો સાથે વિજ્ઞાન દિનની ઉજવણી

- text


વિજ્ઞાન પ્રદર્શન, વાલી સંમેલન તેમજ પ્રેરક વાર્તાલાપ યોજાયો

મોરબી : રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે CRC તા.શાળા નંબર 1ની લખધીરનગર પ્રા.શાળામાં ત્રિસ્તરીય ઊજવણી થઈ. જેમાં ‘વિજ્ઞાન પ્રદર્શન, વાલી સંમેલન, પ્રેરક વાર્તાલાપ’ મુખ્ય હતા.શાળાના આચાર્ય વિડજા ડિમ્પલબેન તથા શિક્ષિકા બહેનોએ વિદ્યાર્થીઓની પ્રગતિ અને નિયમિતતાની ચર્ચા કરી હતી.SMC સભ્યોએ હાજરી આપી શાળા વિકાસ આયોજનમાં સહકાર આપ્યો હતો.

આજના પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી CRC કૉઑર્ડિનેટર શૈલેષ કાલરિયાએ નૂતન શિક્ષણ પ્રવાહો, અસરકારક પેરેન્ટીંગ, SOE તથા નવી શિક્ષણનિતી અને સાચી કેળવણી અંગે પ્રેરણાત્મક વાર્તાલાપ કર્યો હતો. વાલી તરફથી પણ ઉપયોગી સુચનો અને જાણકારી મળી હતી. તમામે હાજરી, નાસ્તાની ક્વોલીટી, બાળકોને પ્રોત્સાહન, ગૃહકાર્ય, મૂલ્યાંકન બાબતે નિયમિતતા અંગે પ્રગતિ થાય તેવા પ્રયત્નો કરવા કટિબધ્ધતા દર્શાવી હતી.

ત્યાર બાદ સૌએ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત વિજ્ઞાન પ્રદર્શન નિળાળ્યું હતું. જેમાં આશરે 20 જેટલા પ્રયોગોની કૃતિ મૂકાઈ હતી. સરસ રીતે વૈજ્ઞાનિક પ્રશ્નોતરી થઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા આ શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા smc તથા સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. અંતે સૌએ સાથે અલ્પાહાર કરી કાર્યક્રમ સમાપન કર્યો.

- text

- text