બગથળા ગામે યોજાયેલી વોલીબોલ ટુર્નામેન્ટમાં બગથળાની ટીમ વિજેતા બની

- text


મોરબી: બગથળા ગામે તારીખ 25 ફેબ્રુઆરીના રોજ રાત્રિપ્રકાશ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં આસપાસના ગામની 16 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં બગથળા ગામની ટીમ વિજેતા બની હતી.

મહત્વનું છે કે, બગથળા ગામની ટીમ સળંગ ત્રીજી ટુર્નામેન્ટમાં વિજેતા બની છે. આ ટુર્નામેન્ટનો હેતુ સૌરાષ્ટભરમાં થી આવેલી ટીમમાં રમત ગમત પ્રત્યે જાગૃતતા આવે તેમજ મોબાઈલની દુનિયામાં ગરકાવ થઇ ગયેલા યુવાધન રમતના મેદાનમાં ઉતરી પોતાનામાં રહેલી શક્તિ બહાર લાવે એ હેતુ હતો. આ ટુર્નામેન્ટ નિહાળવા બહોળી સંખ્યામાં આજુબાજુના ગામ-શહેરથી દર્શકો આવ્યા હતા. આ ટુર્નામેન્ટના સ્પોન્સર વીહાના હેલ્થ કેર હતા. નકલંક મહંત દામજીભગતે આશીર્વચન આપી રમતને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે ગામના સરપંચે હાજરી આપી પ્રોતાહિત કર્યા હતા. આ સમગ્ર સ્પર્ધામાં જિલ્લા પંચાયતના સભ્ય સતિષભાઈ મેરજાનો સિંહ ફાળો રહ્યો હતો. તેમજ પલાસભાઈ મેવાએ સફળ આયોજન કર્યું હતું. ઉમેશભાઈ ઠોરીયાની યુવા ટીમે સતત 6 દિવસ જહેમત ઉઠાવી સ્પર્ધાને ચાર ચાંદ લગાવ્યા હતા.

- text

- text