માળીયાના લક્ષ્મીવાસ ગામે સર્વે રોગ નિદાન કેમ્પ અને આયુષ્માન કાર્ડ કેમ્પ યોજાયો

- text


માળીયા : માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામે જિલ્લા પંચાયત મોરબી આરોગ્ય શાખાના માર્ગદર્શન હેઠળ ડીડીઓની સૂચના અનુસાર 100 દિવસ કામગીરી અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ માળીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ, આયુષ્માન કાર્ડ કામગીરી, આભા કાર્ડ કામગીરી, નીરામયા ગુજરાત અંતર્ગત ડાયાબિટીસ, બીપી નિદાન સ્ક્રીનીંગ કામગીરી, T3 ટેસ્ટ ટોક અને ટ્રીટ એનેમિયા કેમ્પ રાખવામાં આવ્યો હતો.

માળિયાના લક્ષ્મીવાસ ગામે યોજાયેલ સર્વે રોગ નિદાન કેમ્પ અને આયુષ્માન કાર્ડ કેમ્પ લક્ષ્મીવાસ ગામના સરપંચ દ્વારા કેમ્પનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. સરપંચ પ્રાણજીવનભાઈ કાવર અને ગામના આગેવાનો દ્વારા વધુમાં વધુ લાભાર્થીઓ કેમ્પ નો લાભ લઈ શકે એ માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. લક્ષ્મીવાસ ગામમાં રાત્રિ સભાનું આયોજન હોય કેમ્પની મુલાકાત જિલ્લા કલેક્ટર અને ડી.ડી.ઓ દ્વારા કરવામાં આવી હતી અને રાત્રી સભામાં કલેક્ટર દ્વારા કેમ્પ કામગીરી ને બિરદાવવામાં આવી હતી.. આ તકે એ.ડી.એચ ઓ. ડો.સોલંકી તેમજ માળીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો. બાવરવા, જિલ્લા સુપર વાઇઝર સંઘાણીભાઈ, ગાંભવાભાઈ હાજર રહ્યા હતા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાની ટીમ દ્વારા આ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠવવામાં આવી હતી.

- text

- text