સૌરાષ્ટ્ર ઓપન પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં મોરબીને મળ્યા ચાર મેડલ

- text


મોરબીઃ તાજેતરમાં યોજાયેલી સૌરાષ્ટ્ર ઓપન પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં મોરબીના બે યુવાનોએ ચાર મેડલ જીતીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

26મી જાન્યુઆરીના રોજ રાજકોટના સાંદિપની સ્કૂલ ખાતે મનોજભાઈ બોરીચા અને અશફાકભાઈ દ્વારા સૌરાષ્ટ્ર ઓપન પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબીના ફૈઝાન સંઘી ઈમરાનભાઈએ જુનિયર કેટેગરીમાં ભાગ લઈને 2 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફૈઝાનસંઘી ઈમરાનભાઈએ કુલ 220 કિલો વજન ઉચક્યું હતું. આ ઉપરાંત લલિતસિંગ નામના ખેલાડીએ માસ્ટર કેટેગરીમાં 170 કિલો વજન ઉંચકીને સિલ્વર મેડલ જીત્યો હતો. આમ મોરબીના બન્ને ખેલાડીએ કુલ ચાર મેડલ જીતીને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

- text

- text