મોરબી – રોહિશાળા રૂટની બસ શરૂ કરવા સાત ગ્રામ પંચાયત દ્વારા રજુઆત 

- text


વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં રોષ 

મોરબી : રોહિશાળા – મોરબી વચ્ચે એસટી બસ લાંબા સમયથી બંધ હોય ટંકારા તાલુકાના અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ, નોકરિયાતો, દર્દીઓ અને ગ્રામજનોને મુશ્કેલી પડતી હોવાથી અલગ અલગ સાત ગ્રામપંચાયતો દ્વારા એસ. ટી. વિભાગને બસ શરૂ કરવા રજુઆત કરવામાં આવી છે.

મોરબી એસટી દ્વારા રોહિશાળા – મોરબી વચ્ચે નાઈટ હોલ્ટ વાળી બસ શરૂ કરવા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે વારંવારની રજુઆત બાદ પણ આ રૂટની બસ શરૂ ન કરાતા ખાસ કરીને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય ઉકરડા (આજી), દહીસરડા (આજી), ધ્રોલિયા, નેકનામ, મિતાણા, રોહિશાળા અને હમીરસર ગ્રામપંચાયત દ્વારા સવારના સમયે બસ શરૂ કરવાની માગણી કરવામાં આવી છે.

- text

- text