કુટુંબની જ છોકરી ભગાડી જાવ છો કહી, ટંકારાના વાછકપર ગામે દંપતી ઉપર હુમલો 

- text


ટંકારા : ટંકારા તાલુકાના વાછકપર ગામે પ્રેમલગ્ન બાબતનો ખાર રાખી ચાર વ્યક્તિઓ દ્વારા કુટુંબની જ છોકરી ભગાડી જાવ છો કહી દંપતી ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના છત્તર ગામે રહેતા મધુબેન ધીરૂભાઇ દારોદરાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમનો પુત્ર રણજીતભાઇ બાધુભાઇ દારોદરાની પુત્રીને ભગાડી ગયો હોવાથી આરોપીઓ તેમના ઘર પાસે ગાળો બોલતા હોય ગાળો બોલવાની ના પાડતા આરોપી રણજીતભાઇ બાધુભાઇ દારોદરા, ભાણજીભાઇ સીદીભાઇ દારોદરા, દીનેશભાઇ સીદીભાઇ દારોદરા અને કંચનબેન ઉમેશભાઇ જજવાડીયા રહે.ચારેય વાછક વાળાઓએ ગઈકાલે સાંજે ઝધડો કરી લાકડી વતી કપાળના ભાગે સામાન્ય ઇજા કરી ધીરૂભાઇ જેશીંગભાઇ દારોદરાને ડાભા હાથે ફેક્ચર જેવી ઇજા તથા જમણા હાથે મુઢ ઇજા પહોંચાડતા ટંકારા પોલીસે મધુબેન ધીરૂભાઇ દારોદરાની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૩૨૫,૫૦૪,૧૧૪ જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી કરી છે.

- text

- text