મારા મળતિયા વિરુદ્ધ કરેલો કેસ પાછો ખેંચી લેજે કહી વૃદ્ધને પતાવી દેવાની ધમકી 

- text


માળીયા તાલુકાના મોટી બરાર ગામે બનેલા બનાવામાં ફરિયાદ નોંધાઈ 

મોરબી : માળીયા તાલુકાના મોટી બરાર ગામે રહેતા સામાજિક કાર્યકરે આગાઉ નોંધાવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી એક શખ્સે જાનથી મારી નાખવા ધમકી આપતા માળીયા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે માળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના મોટી બરાર ગામે રહેતા સામાજિક કાર્યકર ભુરાલાલ ખીમજીભાઇ મુછડીયાએ અગાઉ એભલ ઉર્ફે વિનોદ ભવાન અને અકબર સામે કેસ કર્યો હોય જશાપર ગામના નિર્મળ મુળુભાઇ કાનગડ નામના વ્યક્તિએ ભુરાલાલ ખીમજીભાઇ મુછડીયાને જાનથી મારી નાખવા ધમકી આપી તેના મળતિયા એવા બન્ને શખ્સ વિરુદ્ધના કેસ પાછા ખેંચી લેવા ધમકી આપી હતી.

- text

આ મામલે માળીયા પોલીસે ભુરાલાલ ખીમજીભાઇ મુછડીયાની ફરિયાદને આધારે આરોપી નિર્મળ મુળુભાઇ કાનગડ વિરુદ્ધ આઇપીસી કલમ ૫૦૪,૫૦૬(૨) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(R)(S) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text