મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરતમંદ વિદ્યાર્થીઓને સ્વેટર અપાયા

- text


મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા કડકડતી ઠંડીમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓને સ્વેટર આપી પ્રેરણાદાયી પ્રવૃત્તિ કરવામાં આવી છે.

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી સેવાકીય પ્રવૃત્તિઓમાં આગવું સ્થાન ધરાવે છે. ત્યારે તાજેતરમાં દોશી હાઇસ્કુલના ધોરણ 10ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને આ હાડ થીજાવતી કડકડતી ઠંડીમાં આશરે ૬૦ જેટલા ખરેખર જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને સ્વેટર વડે હુંફ આપીને મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ મુસ્કાન ભર્યું કામ કર્યું છે. આ પ્રોજેક્ટમાં સ્કૂલના પ્રિન્સિપાલ વજેરીયા સાહેબનો પણ સહયોગ રહ્યો હતો. ઉપરાંત કલ્બના મેમ્બર કિરણબેન મિશ્રા તેમજ મયુરીબેનનો પણ સહયોગ મળ્યો હતો. આ પ્રોજેક્ટમાં નિશીબેન બંસલ, ચંદાબેન કાબરા, કલ્પનાબેન, કવિતાબેન મોદાણી તેમજ પ્રજ્ઞાબેન ગોસ્વામીએ હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.

- text

- text