મોરબી પાલિકાના વાહનનો દુકાનમાં લાઈટો લગાવવામાં ગેરઉપયોગ!

- text


યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરાશે : ઇન્ચાર્જ ચીફ ઓફિસર

મોરબી : મોરબી નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટના રિપેરીગ માટે ઉપયોગમાં લેવાતા વાહનનો ખાનગી માટે ઉપયોગ કરાતો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં રામચોક પાસે એક દુકાનમાં લાઈટો લગાડવામાં પાલિકાના આ વાહનનો દૂર ઉપયોગ થયો હોવાનું સામે આવતા ઇન્ચાર્જ ચીફ ઓફિસરે આ બાબત યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું હતું.

મોરબી શહેરમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટો ધોળા દિવસે પણ ચાલુ રહે છે અને ઘણા વિસ્તારમાં રાત્રે પણ લાઈટો ચાલુ હોતી નથી. આ લાઈટો ચાલુ બંધ કે રિપેરીગ માટે નગરપાલિકા દ્વારા જરૂરી સાધન સામગ્રી અને સ્ટાફ સાથે વાહન વર્ષોથી ફાળવેલું છે. પણ આ રીતે વાહનનો ક્યારેય લાઈટો ચાલુ બંધ બહુ જ ઓછો ઉપયોગ થાય છે. પ્રજાની સમસ્યા માટે ઓછો અને ખાનગી મિલકતો માટે લાગવગને કારણે પાલિકાના આ વાહનનો દૂર ઉપયોગ થાય છે. જેમાં આજે શનાળા રોડ ઉપર રામચોક પાસે આવેલ એક દુકાનમાં લાઈટો લગાડવા માટે નગરપાલિકાના આ વાહનનો ઉપયોગ થયો હતો. આ બાબતે ઇન્ચાર્જ ચીફ ઓફિસર એન.કે.મુછારે જણાવ્યું હતું કે, નગરપાલિકાના વાહનનો ઉપયોગ ખાનગીમાં થયો હોય તો એની યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે.

- text

- text