આગામી રવિવારે મોરબીમાં વૈદિક પરંપરાથી નિદાન કેમ્પ યોજાશે

- text


રોટરી ક્લબ અને રોટરી રીલીફ ટ્રસ્ટ મોરબી દ્વારા આયોજન

મોરબી : રોટરી ક્લબ મોરબી અને રોટરી રીલીફ ટ્રસ્ટ મોરબી દ્વારા મોરબીમાં આગામી રવિવારે સ્વાસ્થ્યમંગલ વૈદિક પરંપરાથી નિદાન કેમ્પનું આયોજન કરાયું છે.

મોરબીમાં શનાળા રોડ પર આવેલી સંસ્કાર બ્લડ બેંક ખાતે તારીખ 8 જાન્યુઆરી ને રવિવારના રોજ સવાર 9 થી સાંજે 5 વાગ્યા સુધી આયુર્વેદના સમન્વયથી શરીરના જટીલ રોગોનું નાડી પરીક્ષણ દ્વારા યોગ્ય નિદાન, માર્ગદર્શન અને સારવાર કરવામાં આવશે. આ કેમ્પમાં અમરેલીના પ્રખર વૈદ્ય જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવશે. જેઓને જુના, હઠીલા રોગો હોય જેવા કે હાથપગ, ગોઠણ, કમરના મણકાને લગતી તકલીફ, વાની તકલીફ, સાયટીકા, સોર્યાસીસ, સ્ત્રીરોગ, ડાયાબિટીસ જેવા જટીલ રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે. કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી નામ નોંધાવવું જરૂરી છે. નામ નોંધાવવા માટે અશોકભાઈ મહેતા (મો.નં. 9978442851) અથવા હરીશભાઈ શેઠ (મો.નં. 9376161406) અથવા રષેશભાઈ મહેતા (મો.નં. 9898071475) અથવા મો.નં. 63563 51115 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text