નાગડાવાસના પાટિયે ઇકો કાર આઇસરના ઠાઠામા ઘુસી, બે મહિલા ઇજાગ્રસ્ત

- text


મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર નાગડાવાસ ગામના પાટિયા નજીક ઇકો કાર રોડની સાઈડમાં પડેલા આઇસર ટ્રકના ઠાઠામા ઘુસી જતા બે મહિલાઓને ઇજા પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર ગત તા.1ના રોજ જીજે – 03 – એમબી – 8034 નંબરની ઇકો કાર રોડની સાઈડમાં પડેલ આઇસર ટ્રકના ઠાઠામા ઘુસી જતા ઇકો કારમાં બેઠેલા સવિતાબેન અને શિલ્પાબેનને ઇજાઓ પહોચતા રોહિતભાઈ ઉર્ફે રવિભાઈ ધીરજભાઈ રાઠોડ રહે.જામનગર શંકર ટેકરી વાળાએ ઇકો ચાલક વિશાલ જશુભાઈ ગોંડલીયા વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

- text