મોરબીના જેતપરની દીકરીને ધ્રાંગધ્રાના જુના ઘનશ્યામગઢના સાસરિયાઓનો ત્રાસ

- text


તને સંતાન નથી થતા, તું મરીજા જેવા મેણા મારતા પરિણીતાએ દવા પી લીધી : મોરબી મહિલા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો

મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે પિયર ધરાવતી અને ધ્રાંગધ્રાના જુના ઘનશ્યામગઢ સાસરું ધરાવતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ તને સંતાન નથી થતા, તું નથી જોઈતી, મરીજા જેવા મેણા ટોણા મારતા પરિણીતાએ ઝેરી દવા પી લેતા મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ધ્રાંગધ્રાના જુના ઘનશ્યામગઢ ગામે સાસરું ધરાવતા અને હાલ જેતપર ગામે પિયરમાં રહેતા હેતલબેન રાજુભાઇ પરસાડીયાને પતિ રતાભાઇ બુટાભાઇ ગમારા, સસરા બુટાભાઇ શીવાભાઇ ગમારા, સાસુ અનુબેન બુટાભાઇ ગમારા, જેઠ રવજીભાઇ બુટાભાઇ ગમારા, જેઠાણી જયોતીબેન રવજીભાઇ ગમારા, કાકીજી સાસુ ભાનુબેન મોતીભાઇ ગમારા, રહે બધા. જુના ધનશ્યામગઢ તા-ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાઓ દ્વારા અવાર નવાર નાની નાની બાબતોમા મેણા મારી તને સંતાન નહી થતા, તુ વાંજણી છો તેમ કહી મેણાટોણા બોલી ગાળો આપી પતીને ખોટી ચડામણી કરતા હતા.

- text

વધુમાં હેતલબેનને પતિએ પણ હવે મારે તને જોતી નથી, તુ મરી જા તેમ કહેતા હેતલબેને ઝેરી દવા પી જતા આ મામલે મોરબી મહિલા પોલીસ દ્વારા શારીરીક અને માનસીક દુખત્રાસ આપી ગુન્હામા એકબીજાને મદદગારી કરવા સબબ પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text