કેમ છે મજામાં, બધું રેડીને? : મોદીએ કાંતિલાલને મળતા વેંત જ મોરબીની સ્થિતિ જાણી

- text


 

બીજા તબક્કાના મતદાનના એક દિવસ પૂર્વે પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાની વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત

મોરબી : કેમ છે મજામાં, બધું રેડીને? મોદીએ કાંતિલાલ અમૃતિયાને મળતા વેંત જ મોરબીની સ્થિતિ જાણવા ટૂંકા શબ્દોમાં જ આ પ્રશ્ન કર્યો હતો. સામે કાંતિલાલે પણ સૂચક રીતે જવાબમાં બધું જ ઓકે હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે બીજા તબકાનું મતદાન થવાનું છે. આ પૂર્વે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ વેળાએ વડાપ્રધાન મોદીએ મોરબી જિલ્લાની પરિસ્થિતિ જાણવા કાંતિલાલને પૂછ્યું હતું કે કેમ છે મજામાં, બધું રેડી ને ? જવાબમાં કાંતિલાલ અમૃતીયાએ વડાપ્રધાન મોદીને જવાબ આપ્યો હતો કે બધું ઓકે જ છે. પાંચેય બેઠક ઉપર કમળ ખીલવાનું જ છે.

- text

- text