મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસે એબીવીપી દ્વારા મતદાન જાગૃતિ માટે સેલ્ફી સ્ટેન્ડ મુકાશે

- text


મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આ અંતર્ગત સેલ્ફી સ્ટેન્ડ મુકવામાં આવશે. જેનો ઉદ્દેશય વધુમા વધુ યુવાનો તેમજ મતદારો 100% મતદાન કરે તેમજ આ સેલ્ફી સ્ટેન્ડમા પોતાની સેલ્ફી પાડીને વધુમાં વધુ મતદારોને લોકશાહીના પર્વમાં મતદાન કરવા માટે જાગૃત કરે તેવો છે.આ સ્ટેન્ડ કાલે સરદાર પટેલના સર્કલ નજીક નવા બસ સ્ટેન્ડ પાસે મૂકવામાં આવશે.

- text

તો લોકશાહી ના આ પર્વમાં મહાયજ્ઞમાં પોતાનો અમૂલ્ય મતની આહુતિ આપીને આપણા લોકતંત્રને વધુ મજબૂત કરીએ એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા અપિલ કરે છે.

- text