મોરબી જિલ્લાના ૩૯૬૦ દિવ્યાંગો અને ૧૩,૨૫૦ વૃદ્ધ મતદારોને બુથ ઉપર વિશેસ સુવિધા અપાશે

- text


આવા મતદારો સરળતાથી અને સુગમ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે વિવિધ સુવિધાઓ ઉભી કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં કુલ ૩,૯૬૦ દિવ્યાંગ મતદારો તથા કુલ ૧૩,૨૫૦ મતદારો ૮૦ વર્ષ ઉપરની ઉમરના સિનિયર સિટીઝન્સ છે. આ તમામ મતદારો સરળતાથી અને સુગમ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે PWD નોડલ અધિકારી વૈશાલીબેન જોશી દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તમામ સુવિધાઓની સાથી આ તમામ મતદારો પાસેથી સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ PWD નોડલ અધિકારી દ્વારા માંગણી દર્શાવી હોય તેવા દરેક દિવ્યાંગ મતદારો તથા સિનિયર સિટીઝન્સ માટે દરેક બુથ પર વ્હીલચેર તથા સહાયક પુરા પાડવામાં આવશે. જ્યાં માંગણી કરેલી નથી તેવા બુથ પર પણ અગાઉના વર્ષોમાં સાધન સહાય આપેલ છે તેવા દિવ્યાંગ મતદારોની વ્હીલચેર, આંગણવાડી વર્કર બહેનો દ્વારા મેળવી મતદાન કરાવવામાં આવશે. વિધાનસભાની બેઠક મુજબ એક-એક “દિવ્યાંગ સહાયક વાહન”, ૧ વ્હીલચેર, ૧ સહાયક કર્મચારી તથા ૧ સ્પેશ્યલ એજ્યુકેટરની સાથે મોબાઈલ વાહન પણ ઉપલબ્ધ રહેશે.

- text

વૃદ્ધાશ્રમના સિનિયર સિટીઝન્સને પણ ખાસ સહાયક વાહન દ્વારા મતદાન કરાવવા લઈ જવાશે. ઉપરાંત ૬૫-મોરબી અને ૬૭-વાંકાનેર ખાતેના ‘દિવ્યાંગ કર્મચારી દ્વારા સંચાલિત બુથ’ પર પણ વ્હીલચેર તથા સહાયક પુરા પાડવામાં આવશે.

- text