ટંકારાના સરાયા ગામે તા. 24 અને 25મીએ સાંઢળા દાડા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

- text


ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામે નવનિર્મિત સાંઢળા દાડા મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 24 અને 25મી નવેમ્બરના રોજ યોજાશે. આ પ્રસંગે 11 કુંડી મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સ્લોગન પરિવાર દ્વારા ટંકારા તાલુકાના સરાયા ગામે સરાયા-નેસડા રોડ પર બનાવાયેલા સાંઢળા દાડા મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 11 કુંડી મહાયજ્ઞ આગામી તારીખ 24 નવેમ્બર અને 25 નવેમ્બર એમ બે દિવસ યોજાશે. જેમાં આચાર્ય પદે શાસ્ત્રી પ્રશાંતભાઈ મોરબીવાળા ઉપસ્થિત રહેશે. 24 નવેમ્બર ને ગુરુવારના રોજ સવારે 8 કલાકથી દેહશુદ્ધિ, ગણપતિ પૂજન, પુણ્યાહ વાચન, સ્થાપિત દેવ પૂજન, ગ્રહશાંતિ, જલયાત્રા, પ્રસાદ, વાસ્તુ યોજાશે જ્યારે સાંજે 4 કલાકે શોભાયાત્રા, કુટીર હોમ અને ધાન્યાદિવાસ યોજવામાં આવશે. સાંજે 5-30 કલાકે સરાયા ખાતે સ્લોગન પોલીપેક પ્રા.લી. ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જ્યારે રાત્રે 8-30 કલાકે ભનજ સંધ્યામાં ભજનીક અલ્પાબેન પટેલ અને હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળા મારૂતિ સાઉન્ડના સથવારે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.

- text

બીજા દિવસે એટલે કે 25 નવેમ્બરના રોજ સવારે 8 કલાકેથી સ્થાપિત દેવતાનું પ્રાતઃપૂજન, સ્નપન વિધિ, મહાન્યાસ, નિજ મંદિરમાં પ્રાણ સ્ફૂરણ, ચૈતન્ય મંત્રનું પઠન, પૂર્ણાહૂતિ હોમ યોજાશે અને સાંજે 4-15 કલાકે મહાઆરતી થશે. પ્રતિષ્ઠા યજ્ઞનની પૂર્ણાહૂતિ બપોરે 4 કલાકે થશે.

- text