મોરબી કોંગ્રેસમાં ભંગાણ : ત્રાજપરના અનેક આગેવાનો ભાજપમાં જોડાયા

- text


મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સહીતના 22 લોકો કાંતિલાલના સમર્થનમાં કેસરિયો ધારણ કર્યો

મોરબી : મોરબી માળીયા વિધાનસભા ચૂંટણીમાં મતદાન આડે હવે નવ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે આજે મોરબી કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે અને મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સહીતના 22 લોકો કાંતિલાલના સમર્થનમાં કેસરિયો ધારણ કરી લેતા ભાજપ છાવણી ગેલમાં આવી છે અને કોંગ્રેસમાં ચિંતાનું મોજુ પ્રસર્યું છે.

વિધાનસભા ચૂંટણી આડે હવે નવ દિવસ જ બાકી છે ત્યારે મોરબી કોંગ્રેસમાં ચાલતી નારાજગી સામે આવી છે, આજે મોરબીના ત્રાજપર વિસ્તારમાંથી મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિનોદ નાથાભાઈ ડાભી, ત્રાજપરના પૂર્વ સરપંચ જેન્તીભાઇ વરાણીયા, પ્રવીણભાઈ ટીડાણા, ભરવાડ સમાજના અગ્રણી મહેશભાઈ નાથાભાઈ ડાભી, ત્રાજપર ગામના સભ્ય નિમુબેન સનુરા, ચંદ્રિકાબેન બજાણીયા, કોળી સમાજના અગ્રણી લાભુભાઈ વરણીયા, બેચરભાઈ બારૈયા, ભરવાડ સમાજના આગેવાન જયેશભાઇ ઝાપડા, મોરબી તાલુકા કોંગ્રેસ મહામંત્રી જયેશભાઇ ડાભી, કિશનભાઇ ડાભી, યશપાલભાઈ ડાભી, અલ્પેશભાઈ ડાભી, પ્રિન્સભાઈ ડાભી, મોમભાઇ ડાભી, દીપકભાઈ વરાણીયા, જગદીશભાઈ ફાંગલીયા, ગૌતમભાઈ સોલંકી, કલ્પેશભાઈ વરાણીયા, શામજીભાઈ વરાણીયા, મેહુલભાઈ ડાભી, બેચરભાઈ ભરવાડ, જીલાભાઇ ઠાકોર અને વિપુલભાઈ ખીટ સહિતના કોંગ્રેસી આગેવાનોએ ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયાને ગળે મળી કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

- text

- text