વાંકાનેરમાં અપક્ષનું ફોર્મ રદ, ટંકારામાં ભાજપના ફોર્મમાં ભૂલ હોવાની કોંગ્રેસની રજૂઆત 

- text


મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી ચાલી રહી છે. જેમાં વાંકાનેર બેઠક પર ઉમર ઓછી હોવાથી એક અપક્ષ ઉમેદવાર નું ફોર્મ રદ કરાયું છે. જ્યારે ટંકારા બેઠક પર ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયા એ રજુ કરેલા બંને ફોર્મમાં લાગુ પડતું નથી તેમ લખવાની જગ્યાએ માત્ર ડેશ કરાયો હોય. આ નિયમ વિરૂદ્ધ હોવાનું જણાવી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા દ્વારા ભાજપના ઉમેદવારોના ફોર્મ રદ કરવાની માંગણી કરાઈ છે. આ બાબતે કોંગ્રેસ અને ભાજપ દ્વારા બંને પક્ષે રજૂઆતો કરવામાં આવી છે. જોકે અધિકારીઓના જણાવ્યા મુજબ આ કોઈ મોટી ભૂલ નથી. તેમ છતાં નિયમ મુજબ કાર્યવાહી થશે.

- text

જ્યારે વાંકાનેર બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આપ તેમજ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં અપક્ષ ઉમેદવાર તરીકે સાગર ઉમેશભાઈ ફાંગલિયાએ ઉમેદવારી નોંધાવી હતી ગઈકાલે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ ભારે ઘસારો કર્યા બાદ આજથી ફોર્મ ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમાં આ અપક્ષ ઉમેદવાર સાગર ઉમેશભાઈ ફાંગલિયાની લાયકત કરતા ઓછી એટલે 25 વર્ષની ઉંમર હોવાથી તેમનું ફોર્મ રદ કરાયું છે.

- text