ટેન્ડર વગર ઝૂલતા પુલનો કોન્ટ્રાકટ કેમ અપાયો : હાઇકોર્ટ  

- text


મોરબી પાલિકા સ્માર્ટ એક્ટિંગ કરતી હોવાની ગંભીર ટિપ્પણી : ચીફ ઓફિસર સામે શું પગલાં ભર્યા ? સરકારને સવાલોનો મારો, કાલે પણ સુનાવણી શરૂ રહેશે

મોરબી : મોરબીમાં 30 ઓક્ટોબરના ગોઝારા દિવસે એક સાથે 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આજે સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સરકાર ઉપર પ્રશ્નોની જડી વરસાવી ટેન્ડર વગર ઝૂલતા પુલ રિનોવેશનનો કોન્ટ્રાકટ કેમ અપાયો, ચીફ ઓફિસર સામે શું પગલાં ભર્યા ? કલેક્ટર રાજકોટ અને મેસર્સ અજંતા વચ્ચે 2008માં થયેલા એમઓયુની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં, બ્રિજની જાળવણી કેમ ચાલુ રાખવામાં આવી હતી ? સહિતના અનેક સવાલો પૂછી આવતીકાલે તા.16ના રોજ પણ સુનાવણી ચાલુ રાખવા અને મોરબી પાલિકાને નોટિસ પાઠવવા માટે મોરબી ડીસ્ટ્રીકટ જ્જને બેલિફની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો.

લાઈવ લો ડોટ ઈન સમાચાર સંસ્થાના રિપોર્ટ મુજબ ગત તા.30 ઓક્ટોબરના મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે સુઓ મોટો કેસની સુનાવણી કરતી વખતે, ગુજરાત હાઇકોર્ટે ઓરેવા ગ્રૂપની અજંતા મેન્યુફેક્ચરિંગને નવીનીકરણ માટેનો કોન્ટ્રાક્ટ જે રીતે મંજૂર કરવામાં આવ્યો હતો તેવો સવાલ ઉઠાવી રાજ્ય સરકારે ઘટના પછી અપેક્ષિત પગલાં લીધાં, પરંતુ મોરબી નગરપાલિકા અને ખાનગી કોન્ટ્રાક્ટર (બ્રિજના નવીનીકરણ માટે) દ્વારા હસ્તાક્ષર કરાયેલ કરાર માત્ર દોઢ પેજનો છે. કોઈ ટેન્ડર આમંત્રિત કરવામાં આવ્યાં નથી. કોઈને ટેન્ડર આપ્યા વિના કોન્ટ્રાક્ટ શા માટે મંજૂર કરવામાં આવ્યો? તેવો સવાલ ઉઠાવી ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રીની બેન્ચે ટિપ્પણી કરી હતી કે આ આશ્ચર્યજનક છે કે અજંતા કંપનીને કોઈ ટેન્ડર બહાર પાડ્યા વિના કોન્ટ્રાકટ આપવામાં આવ્યો.

નામદાર ગુજરાત હાઈકોર્ટે એ પણ નોંધ્યું હતું કે 2017માં ઝૂલતા પુલ સંબંધમાં કલેક્ટર રાજકોટ અને મેસર્સ અજંતા વચ્ચે 2008માં થયેલા એમઓયુની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં, બ્રિજની જાળવણી ચાલુ રાખવામાં આવી હતી. કંપની દ્વારા 15/6/2017 થી, 2 વર્ષના સમયગાળા માટે, એમઓયુ અથવા કરાર અથવા સોંપણી વિના, અજંતા કંપની દ્વારા ઝૂલતા પુલની જાળવણી ચાલુ રાખવામાં આવી હતી. ઉપરોક્ત કરાર સમાપ્ત થયા પછી, કંપની દ્વારા કયા પગલાં લેવામાં આવ્યા હતા ? તે અંગે સત્તાવાર સત્તાવાળાઓ પાસેથી અભિપ્રાય મંગાવશે અથવા વધુ સમયગાળા માટે ટેન્ડર બહાર પાડશે તે રાજ્ય સરકારના સોગંદનામામાં પણ સ્પષ્ટ નથી?

- text

વધુમાં, નામદાર હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ અવલોકનો અને પ્રશ્નો મૂક્યા છે જેમાં તાજા એમઓયુ (2020 માં હસ્તાક્ષર કરેલ) હેઠળ, તે પ્રમાણિત કરવાની જવાબદારી કોની હતી કે પુલ ઉપયોગ માટે યોગ્ય છે કે નહીં ? જ્યારે અગાઉના એમઓયુ 2017 માં સમાપ્ત થયા હતા, ત્યારે વધુ સમયગાળા માટે ટેન્ડર લાવવા માટે કયા પગલાં લેવામાં આવ્યા હતા? કયા આધારે, ઝૂલતા પુલને જૂન 2017 પછી અજંતા દ્વારા ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી, જ્યારે એમઓયુ (2008 માં હસ્તાક્ષર કર્યા હતા), 2017 પછી રિન્યુ કરવામાં આવ્યા ન હતા છતાં પણ (જોકે નવા એમઓયુ પર આખરે 2020 માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા)?

આ ઉપરાંત ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 65 નું રાજ્ય સરકાર દ્વારા પાલન થયું હતું કે કેમ? રાજ્ય સરકારે શા માટે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 263 હેઠળ તેની સત્તાનો ઉપયોગ કર્યો ન હતો ? કારણ કે પ્રથમ દ્રષ્ટિએ નગરપાલિકા દોષિત થઈ છે, જેના પરિણામે 135 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. નોંધપાત્ર રીતે, તા. 7 નવેમ્બરના રોજ નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં, મોરબી નગરપાલિકા ના સત્તાધીશો હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ન હોય તેની નોંધ લેતા, કોર્ટે ટિપ્પણી કરી હતી કે નગરપાલિકા ‘સ્માર્ટ એક્ટિંગ’ કરી રહી છે. નામદાર કોર્ટે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ, મોરબીને નગરપાલિકાને નોટિસ પાઠવવા માટે બેલિફની નિમણૂક કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો અને તેમને જાણ કરી હતી કે ઘટનાની સુનાવણી 16 નવેમ્બરે પણ હાથ ધરવામાં આવશે.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્યને પૂછ્યું હતું કે મોરબી મ્યુનિસિપલ કમિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંદીપસિંહ ઝાલા સામે શું કાર્યવાહી કરવામાં આવી છે અને શું તેમની સામે કોઈ સ્થાનિક તપાસ કરવાનું વિચારવામાં આવે છે કે નહીં ? આ ઉપરાંત નિરાશાજનક મોરબી ઝૂલતા પુલ ધરાશાયી થવાથી135 લોકોના જીવ ગયા છે તેની જાતે નોંધ લેતા, ગુજરાત હાઈકોર્ટે રાજ્યને આ કેસમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ જણાવ્યું હતું.

- text