ઝૂલતા પુલ દુર્ઘટના સ્થળે પોલીસનો બંદોબસ્ત મૂકી દેવાયો, તમામ ઈજાગ્રસ્તોને રજા આપી દેવાઈ

- text


ગઈકાલે બચાવ કાર્ય પૂર્ણ જાહેર થયા બાદ ઘટના સ્થળે પોલીસનો બદોબસ્ત ગોઠવાયો

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના છઠ્ઠા દિવસે ઘટના સ્થળે અને ઝૂલતા પુલની બંને સાઈડ એન્ટ્રી પોઇન્ટ સહિતની જગ્યા SRPનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં રહેલા દુર્ઘટનાના તમામ ઇજાગ્રસ્તોને પણ રજા આપી દેવામાં આવી છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ગઈકાલ સુધી ચાલેલા બચાવ કાર્ય દરમિયાન સતત ધમધમાટ જોવા મળતો હતો. પરંતુ બચાવ કાર્ય પૂર્ણ જાહેર કર્યા બાદ આજે 135 જિંદગીનો ભોગ લેનાર આ દુર્ઘટના સ્થળ ભેંકાર લાગતું હતું. જ્યારે મોરબી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ઝૂલતા પુલની બંને સાઈડની એન્ટ્રી, કાટમાળ, મચ્છુ માતાના મંદિર અને નદીના તટમાં એસારપીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને સ્થળ પર બિનજરૂરી લોકોની અવરજવર અટકાવવામાં આવી રહી છે.

જયારે મોરબી સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પેહલા વડાપ્રધાનની મુલાકાત સમયે દુર્ઘટનામાં ઘાયલ છ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ હતા. જે તમામ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા રજા આપી દેવામાં આવી હોવાનું હોસ્પિટલ તંત્રે જણાવ્યું હતું.

- text

- text