SIT અને FSLએ ફરીથી ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરી વધુ નમૂના કબ્જે કર્યા 

- text


ઝૂલતા પુલ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ : SIT અને FSLની ટીમોએ ફરીથી ઘટના સ્થળ તપાસ હાથ ધરી

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં સરકારે વિશેષ તપાસ પંચની નિમણુક કરી છે. આ કેસમાં તપાસના ધમધમાટ વચ્ચે આજે SIT અને FSLની ટીમોએ દુર્ઘટનાના છટ્ઠા દિવસે ફરીથી ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરી કાટમાળના નમૂના કબ્જે કર્યા હતા.

135 લોકોનો ભોગ લેનાર માનવ સર્જિત ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આજે ફરીથી સીટની તપાસ ટીમ અને ટેકનિકલ ટીમ તેમજ એફએસએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ઝૂલતા પુલના કાટમાળમાંથી અમુક જરૂરી સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતાં. આ ટીમો દ્વારા આજે દુર્ઘટનાના છટ્ઠા દિવસે ફરીથી ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં પુલ તૂટવાના કારણો જાણવા પુલના દરેક તૂટેલા ભાગને ચકાસવામાં આવ્યો હતો. તેમજ આ ટીમો દ્વારા ઝૂલતા પુલ કાટમાળના વધુ નમૂના FSL ane ટેકનિકલ લેબમાં મોકલવા કબ્જે કર્યા હતા. જોકે આ તપાસનીસ ટીમોએ મીડિયા સાથે કોઈ વાતચીત કરી ન હતી.

- text

- text